પોલીસ કોંન્સ્ટેબલ LRB
પરીક્ષા : ૧૦/૦૪/૨૦૨૨
દસ્તાવેજ ચકાસણી માટે ની યાદી જોવા માટે અહી કલીંક કરો.
કેટેગરી પ્રઁમાણે માર્કસ :
- દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, ર૦રર માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.
- દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.
- તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.
કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો એ નોંધ લેવી.
( ૧) મહિલા ઉમેદવાર :
| કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
|---|
| GENERAL | ૬૬.૭ર૫ | ૧૭૫૦ |
| EWS | ૫૦.૦૩૫ | ૩૫૮ |
| SEBC | ૬૧.૩૫૦ | ૯૧૧ |
| SC | ૫૯.૪૭૦ | ર૬ર |
| ST | ૫૦.૦૩૫ | ૪૬૭ |
( ૨ ) પુરૂષ ઉમેદવાર
| કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
|---|
| GENERAL | ૮૦.૩૦૦ | ૭ર૧૬ |
| EWS | ૭૦.૭૦૫ | ૧૮૦૭ |
| SEBC | ૭૪.૬૧૦ | ૪ર૬૦ |
| SC | ૭૦.૧૯૫ | ૧૧૫૬ |
| ST | ૫૮.૫૮૫ | ર૫૪ર |
( ૩) માજી સૈનિક ઉમેદવાર| કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
|---|
| GENERAL | ૬૫.ર૩૫ | ૫૦ |
| EWS | ૬૬.૯૦૦ | ૦૩ |
| SEBC | ૫૯.૮૦૦ | ૪૪ |
| SC | ૫૬.૮ર૦ | ૦૯ |
| ST | ૬ર.૧૭૫ | ૦૧ |
- લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.
- અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે
- માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.
- સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.
રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.
ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.
YOU MAY ALSO LIKE :
Comments
Post a Comment